Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતના પોલીસ વડાની જાહેરાત : લોકડાઉનના અસરકારક અમલ માટે પાંચ પેરા મિલિટરી ફોર્સ

એક મહત્વની જાહેરાત કરતા શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે લોકડાઉનમાં જપ્ત થયેલા વાહનો હવે પોલીસ મુક્ત કરી શકશે

ગુજરાતના પોલીસ વડાની જાહેરાત : લોકડાઉનના અસરકારક અમલ માટે પાંચ પેરા મિલિટરી ફોર્સ

ગૌરવ પટેલ, અમદાવાદ : રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝા દ્વારા આજે પત્રકાર પરિષદને સંબોધન કરવામાં આવ્યું હતું. આ  પત્રકાર પરિષદમાં તેમણે સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે લોકડાઉનનો અમલ કરાવવા માટે રાજ્ય પોલીસ કટિબદ્ધ છે. લોકડાઉનના અસરકારક અમલ માટે કેન્દ્ર સરકાર દ્વારા પાંચ પેરા મિલિટરી ફોર્સ ફાળવવામાં આવી છે. આમાંથી અમદાવાદમાં બે, સુરતમાં બે અને વડોદરામાં એક ટીમ ફાળવાઇ છે. આમાંથી મહિલા ફોર્સ અમદાવાદને ફાળવાઇ છે.

fallbacks

પોલીસ વડાએ લોકડાઉનમાં જપ્ત થયેલા વાહનો વિશે પણ મહત્વની જાહેરાત કરી છે. હવે પોલીસ પણ આ વાહન મુક્ત કરી શકશે. પોલીસખાતાના હેડ કોન્સ્ટેબલ તેમજ પીએસઓ કક્ષાના કર્મચારી વાહનો મુક્ત કરી શકશે. આ મામલામાં પણ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે જોવાની જવાબદારી પોલીસ સ્ટેશનની રહેશે.

ગઈકાલથી અત્યાર સુધીના ગુનાઓની સંખ્યા

  • જાહેરનામા ભંગના ગુનાની સંખ્યા : 3121
  • કવોરેન્ટિન કરેલ વ્યકિતઓ દ્વારા કાયદાભંગના ગુનાની સંખ્યા (IPC 269, 270, 271)  : 1006અન્ય ગુનાઓ  : 467
  • (રાયોટીંગ/Disaster Management Actના) આરોપી અટકની સંખ્યા : 7064
  • જપ્ત થયેલ વાહનોની સંખ્યા : 2998
  • ડ્રોનની મદદથી દાખલ થયેલ ગુનાઓ : 496
  • CCTVની મદદથી દાખલ થયેલ ગુનાઓ : 88
  • અફવા ફેલાવવા અંગેના ગુનાઓ : 36

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More